VIDEO: ફાગવેલમાં નેતાજીનું વૃક્ષારોપણ, ફોટોસેશનના થોડા દિવસોમાં વૃક્ષો ગાયબ!
સોર્સ : gstv
આપણે ત્યાં વાર-તહેવારે વૃક્ષારોપણ કાર્યક્રમો ચાલ્યાં કરે, નેતાઓ વૃક્ષો વાવે પર્યાવણરની સારી વાતો કરે, ફોટો સેશન થાય,,,પણ પછી? પછી વૃક્ષો ગાયબ કેમકે ફોટો સેશન થઈ ગયું પછી સંભાળ લેવા થોડા નેતાજી આવવાના છે..! આવું જ કઈક ખેડાના ફાગવેલમાં થયું. ફાગવેલ તાલુકામાં 15મી ઓગસ્ટે ભાજપ નેતા દેવુસિંહ ચૌહાણ, નયનાબેન પટેલ અને રાજેશ ઝાલા સહિત ઉચ્ચ અધિકારીઓએ એક પેડ માં કે નામ અંતર્ગત ભારે પ્રચાર સાથે વૃક્ષારોપણ કર્યું હતું. પણ સ્વતંત્રતા પર્વ પૂર્ણ થતાં જ આ વાવેલા છોડનું નામોનિશાન મટી ગયું છે. એક તરફ નેતાઓ અને અધિકારીઓ પર્યાવરણ જતનની ગુલબાંગો હાંકે છે. પણ કાર્યક્રમ પૂરો અને વૃક્ષો ગાયબ... વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના લીરેલીરા ઉડાડતા આ ગેરકાયદેસર વૃક્ષછેદન પાછળ કોનો હાથ છે? આ સવાલ ફાગવેલની જનતા પુછી રહી છે.

