VIDEO: ફાગવેલમાં વિકાસની ગ્રાન્ટમાં અન્યાયનો કોંગ્રેસનો આક્ષેપ
સોર્સ : gstv
ફાગવેલ તાલુકાના વિકાસ માટે મળતી રૂ.2.25 કરોડની ગ્રાન્ટમાં ઉચાપત અને અસમાન ફાળવણીના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. “હમારી માંગે પૂરી કરો”ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના આગેવાનો અને સરપંચોએ TDOને આવેદન આપી 16 ગ્રામ પંચાયતો સાથે થઈ રહેલા અન્યાયનો આક્ષેપ કર્યો. કોંગ્રેસના જણાવ્યા મુજબ 17 ગામના સરપંચોએ 49 વિકાસ કામો માટે રૂ.69 લાખની પ્રાથમિક મંજૂરી મેળવી હતી, પરંતુ આ મંજૂરી રદ કરી સત્તાના જોરે રૂ.72 લાખના અન્ય કામો મંજૂર કરાયા હોવાનો આક્ષેપ છે. ગ્રામ પંચાયતો વચ્ચે ભેદભાવ વિના ગ્રાન્ટ ફાળવી વિકાસના કામોને મંજૂરી આપવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી આપી છે.

