Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : After BJP's victory in Jamnagar, Poonam Madam and Rivaba hugged each other

VIDEO: જામનગરમાં ભાજપના વિજય બાદ પૂનમ માડમ અને રીવાબા એકબીજાને ભેટી પડ્યા, કહ્યું- 'આ વિકાસની જીત'

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જામનગર મહાનગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વિજયના ઉત્સાહ વચ્ચે એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ એકબીજાને ગળે મળીને જીતની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ભાજપના ભવ્ય વિજય બદલ બંને મહિલા નેતાઓએ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, આ જીત એ માત્ર પક્ષની જીત નથી, પરંતુ વિકાસની જીત છે. પૂનમ માડમ અને રિવાબા જૂની કડવાશ ભૂલી જીતના જશ્નમાં ભેટી પડ્યા હતા. 

App Store

શું હતો રિવાબા અને પૂનમબેનનો વિવાદ?

મહત્વનું છે કે વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં જામનગરમાં ભાજપના ધારાસભ્ય રિવાબા મારી માટી મારો દેશ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતાં. ત્યાં મેયર બીનામેન અને સાંસદ પૂનમબેન માડમ સાથે તેમની રકઝક થઈ હતી. આ રકઝકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો.

રિવાબાએ મીડિયાને કહ્યું હતું કે, સાંસદ પૂનમ માડમે ચપ્પલ પહેરીને શહિદોને શ્રદ્ધાંજલિ આપી અને મેં ચપ્પલ ઉતારીને આપી હતી. ત્યારે તેઓ જોરથી બોલ્યા કે આવા કાર્યક્રમોમાં પીએમ અને રાષ્ટ્રપતિ પણ ચપ્પલ નથી ઉતારતા પણ અમુક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ થાય છે. તેમની આ ટીપ્પણી મને માફક નહોતી આવી એટલે મારે મારે આત્મ સન્માનના કારણે બોલવું પડ્યું. આ તો શહીદોને સન્માન આપવાની વાત છે. આમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? મેં ચપ્પલ કાઢી એ ભૂલ કરી હતી? 

જેના જવાબમાં પૂનમ માડમને કહ્યું હતું કે, 'સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો'. આ દરમિયાન તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે થોડા દિવસો બાદ બંને વિવાદને શાંત કરવા જાહેરમાં એકબીજા સાથે દેખાયા હતા.