VIDEO: નડિયાદની શાળાએ નિયમ વિરુદ્ધ વસૂલી કરેલી વધારાની ફી પરત કરવી પડશે
સોર્સ : gstv
નડિયાદની ચર્ચાસ્પદ સંત અન્ના સ્કૂલમાં આઈકાર્ડ, ડાયરી અને અન્ય નામે નિયમ વિરુદ્ધ વસૂલાયેલી વધારાની ફી મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. સામાજિક કાર્યકર ગૌતમ સિંઘ સુદાનની ફરિયાદ બાદ તપાસ સમિતિના અહેવાલમાં ગેરરીતિ સાબિત થતાં DEO કચેરીએ શાળાને તમામ વધારાની ફી વિદ્યાર્થીઓને તાત્કાલિક પરત કરવાનો હુકમ કર્યો છે.નિયમભંગ બદલ શાળાની વાર્ષિક નિભાવ ગ્રાન્ટમાં 25 ટકા કપાતનો આદેશ કરાયો છે, જ્યારે વધુ 25 ટકા ગ્રાન્ટ કાપ માટે ગાંધીનગર કમિશનર કચેરીને દરખાસ્ત મોકલાઈ છે. DEO ની આ લાલ આંખથી અન્ય ખાનગી શાળાઓના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

