Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Nadiad's Desai Vaga raises questions about water quality, system performance

VIDEO: નડિયાદના દેસાઈ વગામાં ઢીંચણ સમા પાણી, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નડિયાદ મુલાકાત પહેલાં જ દેસાઈ વગા વિસ્તારમાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દેસાઈ વગામાં છેલ્લા 30 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. ભારે વરસાદ વચ્ચે પાણી ભરાતા સ્થાનિકો ઉપરાંત સારવાર માટે આવતાં દર્દીઓ અને તેમના પરિવારજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. દેસાઈ વગા વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી બાળકો, વૃદ્ધો અને દર્દીઓને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. આજે હર્ષ સંઘવી નડિયાદની મુલાકાતે આવી રહ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લેવાના છે, ત્યારે આસપાસ પાણી ભરાયેલા હોવા છતાં નિકાલની પૂરતી કામગીરી ન થતાં તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.

App Store