VIDEO: નડિયાદના દેસાઈ વગામાં ઢીંચણસમા પાણી ભરાયા
સોર્સ : gstv
ખેડાના નડિયાદમાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા દેસાઈ વગામાં ઢીંચણસમા પાણી ભરાયા છે. હોસ્પિટલ નજીક પાણી ભરાતા દર્દીઓ, સ્ટાફ અને નાના બાળકોને ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાતા હોસ્પિટલ સુધી પહોંચવા લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દેસાઈ વગામાં છેલ્લા 30 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ હોવા છતાં વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વર્ષોથી સમસ્યા હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.

