Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Nadiad Municipality recruitment scam

નડિયાદ પાલિકાનું ભરતી કૌભાંડ, ચીફ ઓફિસર સહિત 21 કર્મચારીઓને ફટકારાઈ નોટિસ

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2025
લાઇવ ટીવીGoogle News
નડિયાદ પાલિકાનું ભરતી કૌભાંડ, ચીફ ઓફિસર સહિત 21 કર્મચારીઓને ફટકારાઈ નોટિસ

ખેડા-નડિયાદ - નડિયાદ નગરપાલિકામાં વર્ષ ૨૦૧૪માં ૨૬ કર્મચારીઓની વિવિધ પદો પર ફિક્સ પગાર ધોરણથી ભરતી કરાઈ હતી. આ કર્મચારીઓની ભરતી બોગસ હોવાનો દાવો થયો અને તે મામલે મ્યુનિસિપાલ એડમિનિસ્ટ્રેશન કચેરીના નાયબ નિયામકે આ ભરતી રદ્દ કરતો ઓર્ડર ૨૦૧૮માં કર્યો. આ બાદ ભરતી રદ્દ કરવાને બદલે ૨૦૧૯માં તત્કાલિન પ્રમુખે જનરલ બોર્ડમાં પ્રમુખ સ્થાનેથી આ કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ મંજૂર કર્યો.

App Store

 ૨૧ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી

આ સમગ્ર મામલે સતત ફરિયાદો ચાલી રહી હતી, આ વચ્ચે પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં આ માામલે ઠરાવ રદ્દ કરવા બાબતે ફરીયાદી અને નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, ચીફ ઓફિસર રૃદ્રેશભાઈ જે. હુદર તેમજ ૨૧ કર્મચારીઓને તા. ૩જી જાન્યુઆરીએ  અમદાવાદ હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે.

આ પણ વાંચો: દાણચોરી: 2024માં અમદાવાદ-સુરત એરપોર્ટપરથી કુલ 66 કરોડનું સોનું ઝડપાયું

નડિયાદ નગરપાલિકાએ વર્ષ ૨૦૧૪માં એક ભરતી બહાર પાડી

નડિયાદ નગરપાલિકાએ વર્ષ ૨૦૧૪માં એક ભરતી બહાર પાડી. જેમાં ૩૪૦૦ લોકોએ દાવેદારી કરી હતી. જો કે, નગરપાલિકાના તે સમયના સત્તાવાળાઓ દ્વારા ભરતી કોની કરવી તે અગાઉથી જ પ્લાન કર્યું હતું. તે મુજબ અલગ-અલગ ૨૬ પદો પર માનીતાઓની પાંચ વર્ષના ફિક્સ પગાર પર ભરતી કરી દીધી હતી. આ ભરતી પ્રક્રિયાના લાભથી વંચિત રહેલા બાબુભાઈ પટેલે ૧૪ માર્ચ, ૨૦૧૮ના રોજ મ્યુનિસિપાલિટી કમિશનરને લેખિત રજૂઆત આધાર-પુરાવા સાથે કરી હતી.

 

મ્યુનિસિપાલિટી કમિશ્નર દ્વારા અધિક કલેક્ટરને તપાસ સોંપાઈ અને આ તપાસના રીપોર્ટને સંજ્ઞાાનમાં લઈ ૭ જુલાઈ, ૨૦૧૮ના રોજ આ ભરતી રદ કરી અને જવાબદારો સામે કોગ્નીઝેબલ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો.