દાણચોરી: 2024માં અમદાવાદ-સુરત એરપોર્ટ પરથી કુલ 66 કરોડનું સોનું ઝડપાયું

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અબુધાબીથી 24મેના રોજ બે મેના રોજ બે પેસન્જર ગોલ્ડ પેસ્ટ લઈને આવ્યા હતા. તેમણે આ ગોલ્ડ અંડરગારમેન્ટમાં છુપાવી દીધું હતું. DRIના અધિકારીઓને પાછળથી ખબર પજતા તાત્કાલિક તેમનો પીછો કર્યો હતો. બન્ને એરપોર્ટ સર્કલ નજીકની હોટલમાં ગયા હતા.
ગોલ્ડની કિંમત 10 કરોડ 32 લાખ રૂપિયા
આ હોટલમાં અગાઉથી જ ચેન્નાઈની ગેંગના કેરિયરો ફ્લાઈટ અને ટ્રેનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. DRIના અધિકારીઓ પહોંચ્યા ત્યારે માલની ડીલીવરી અપાચી હતી, તેથી DRIના અધિકારીઓએ કુલ 10 લોકોની ધકપકડ કરીને કુલ 10.32 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. આ ગોલ્ડની કિંમત 10 કરોડ 32 લાખ રૂપિયા થતી હતી.
શારજહાથી આવેલા બે પેસન્જરો ડિલિવર કર્યું
એપ્રિલ મહિનામાં સુરતમાં એક જ્વેલર્સને ત્યાં દરોડા પાડીને 10 કરોડનું 18 KG ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ સોનું શારજહાથી આવેલા બે પેસન્જરો ડિલિવર કર્યું હતુંય આ બન્ને પેસન્જરોએ દુબઈથી ગોલ્ડ લઈને શારજહા અને ત્યાંથી સુરત એરપોર્ટ આવ્યા હતા. આ ઉપરાંત જુલાઈ મહિનામાં શારજહાથી સુરત આવેલા 48 કિલો ગોલ્ડ સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા.
એક મહિલા પાસેથી ગોલ્ડ઼ અને 1400 સિગારેટ મળી આવી
નવેમ્બર મહિનામાં એક મહિલા પાસેથી ગોલ્ડ઼ અને 1400 સિગારેટ મળી આવી હતી. ડિસેમ્બરમાં દુબઈથી આવેલી એક મહિલા પાસેથી કિંમતી ઘડિયાળો મળી આવી હતી. 25 ડિસેમ્બરના રોજ બેંગકોકથી આવેલા એક પેસન્જરના સામાનમાંથી 2.35 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આમ એરપોર્ટ પરથી દાણચોરીનો મોટાપ્રમાણમાં સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

