VIDEO: નડિયાદના ચકલાસી નજીક હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો, પોલીસે ચાર સગીરોની કરી અટકાયત
સોર્સ : gstv
ખેડાના નડિયાદ તાલુકાના ચકલાસી પાસે આવેલા સાડીપુરા વિસ્તારમાં બાજરીના ખેતરમાંથી અરવિંદ વાઘેલા નામના યુવકની તીક્ષ્ણ હથિયારથી કરાયેલી હત્યાનો મામલો ગરમાયો છે. આ ઘટનાની ગંભીરતા જોતા એલ.સી.બી, એસ.ઓ.જી અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યાં તપાસ દરમિયાન એક તૂટેલો દંડો અને સળગેલી હાલતમાં મોબાઈલ મળી આવ્યો છે.
એફ.એસ.એલ અને ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે તપાસ તેજ કરી છે, જેમાં ટ્રેકર ડોગ ઘટનાસ્થળેથી નજીકના લગ્ન મંડપ સુધી પહોંચ્યું હતું. હાલ પોલીસે ચાર સગીરોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘાતકી હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા સેવાઈ રહી છે. આરોપીને સાથે રાખી પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી છે.

