VIDEO: ખેડા જિલ્લામાં લેન્ડ રેકોર્ડ કર્મચારીઓનું આંદોલન: ગ્રેડ-પે મુદ્દે અચોક્કસ મુદતની હડતાળથી સરકારી કામકાજ ઠપ
સોર્સ : gstv
ખેડા જિલ્લામાં લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ ગ્રેડ-પે મુદ્દે સરકાર સામે મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી છતાં લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓનો ગ્રેડ-પે ન વધારતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ૩૦ દિવસના અલ્ટીમેટમ બાદ પણ પ્રશ્નનો અંતિમ ઉકેલ ન આવતા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે…. ખેડા જિલ્લાના ૧૧ તાલુકાઓની ૧૨ કચેરીઓના સર્વેયરો અને સિનિયર સર્વેયરો આ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. પ્રથમ તબક્કાના માસ સી.એલ બાદ હવે સીધી હડતાળ શરૂ થવાથી વહીવટી કામકાજ ઠપ થઈ ગયું છે.

