VIDEO: ખેડા જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ!
સોર્સ : gstv
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નડિયાદ શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. નડિયાદ ઉપરાંત ડાકોર અને ઠાસરામાં પણ દેશભક્તિના માહોલ સાથે તિરંગા યાત્રાઓ યોજાઈ હતી. નડિયાદમાં મહાત્મા ગાંધી પ્રતિમાથી પ્રારંભ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી સરદાર સાહેબના જન્મસ્થળ દેસાઈ વગા ખાતે સંપન્ન થઈ હતી. ખેડા જિલ્લા પ્રભારી મંત્રી, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રાના રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને 'ભારત માતા કી જય'ના નારાઓથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા પણ સુપેરે જાળવવામાં આવી હતી.

