Gujarat કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણની શરુઆત, મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં ભ્રમણ કરશે

સોર્સ : GSTV
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાના બીજા ચરણની શરુઆત કરવામાં આવી છે, આજે તેનો પહેલો દિવસ છે. આ યાત્રાનો પ્રારંભ મધ્ય ગુજરાતના પવિત્ર યાત્રાધામ ફાગવેલ ભાથીજી મહારાજ મંદિર ખાતેથી શરુ થઈ છે. આ યાત્રા મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં ભ્રમણ કરશે અને અંદાજે 1400 કિલોમીટરની આ જન આક્રોશ યાત્રા હશે. આ જન આક્રોશ યાત્રા દરમિયાન ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો પર સરકારને ઘરેવામાં આવશે. ત્યારે આ યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિક પણ હાજર રહેશે.

