Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Flooding with 17 inches of rain in a year

VIDEO: વસોમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના વસો ગામમાં મેઘરાજાએ ભારે બેટિંગ કરતાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વસોની ગ્રામ પંચાયત, મુખ્ય બજાર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વહેલી સવારથી હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. ગામમાં આવેલી સેવા સહકારી મંડળીમાં પણ પાણી ફરી વળતાં ખાતર, બિયારણ અને અન્ય સામગ્રીને ભારે નુકસાન થયું છે. મંડળીમાં રાખેલો કરિયાણાનો જથ્થો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સતત વરસાદને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News