Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Banks will be closed on these days in July, check the complete holiday list before going to the bank

જુલાઈમાં આ દિવસોમાં બંધ રહેશે બેંકો, બેંક જતાં પહેલાં ચેક કરો સંપૂર્ણ હોલિડે લિસ્ટ

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
જુલાઈમાં આ દિવસોમાં બંધ રહેશે બેંકો, બેંક જતાં પહેલાં ચેક કરો સંપૂર્ણ હોલિડે લિસ્ટ
સોર્સ : gstv

જુલાઈ 2026માં અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. જેમાં 4 રવિવાર, બીજો અને ચોથો શનિવાર તથા 6 સ્થાનિક રજાઓ સામેલ છે. જોકે, ઓનલાઈન બેંકિંગ, UPI અને ATM જેવી સેવાઓ પહેલાની જેમ જ સામાન્ય રીતે ચાલુ રહેશે. જો તમારે જુલાઈ મહિનામાં બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ પતાવવું હોય, તો પહેલા બેંક હોલિડેની યાદી ચોક્કસ જોઈ લેજો. કારણ કે, આગામી મહિનામાં દેશભરમાં અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં 4 રવિવાર, બીજો અને ચોથો શનિવાર તેમજ 6 સ્થાનિક તહેવારો અને વિશેષ પ્રસંગોની રજાઓ સામેલ છે. જોકે, આ 6 વધારાની રજાઓ તમામ રાજ્યોમાં એક સાથે લાગુ થશે નહીં, પરંતુ સંબંધિત રાજ્યો અને શહેરોમાં જ બેંકો બંધ રહેશે.

App Store

આ શનિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો અનુસાર, દર મહિનાના બીજા અને ચોથા શનિવારે તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રહે છે.

જુલાઈ મહિનામાં ક્યારે ક્યારે રહેશે બંધ?

11 જુલાઈ: બીજો શનિવાર

25 જુલાઈ: ચોથો શનિવાર

આ બંને દિવસે દેશભરમાં તમામ બેંક શાખાઓમાં કામકાજ બંધ રહેશે.

જુલાઈમાં ક્યારે-ક્યારે છે રવિવારની રજા?

રવિવારના કારણે પણ દેશભરની બેંકો ચાર દિવસ બંધ રહેશે. આ તારીખો નીચે મુજબ છે.

5 જુલાઈ

12 જુલાઈ

19 જુલાઈ

26 જુલાઈ

આ ચારેય દિવસે દેશભરમાં બેંકિંગ શાખાઓમાં કોઈ કામકાજ થશે નહીં.

સ્થાનિક રજાઓ પર પણ બેંકો બંધ રહેશે

જુલાઈમાં ઘણા રાજ્યોમાં સ્થાનિક તહેવારો, ધાર્મિક આયોજનો અને પ્રાદેશિક પ્રસંગોના કારણે પણ બેંકો બંધ રહેશે. આ રજાઓ તમામ રાજ્યોમાં એકસરખી હોતી નથી. તેથી જો તમે કોઈ બીજા રાજ્યમાં બેંકિંગ સેવાનો લાભ લેવા જઈ રહ્યા છો, તો ત્યાંની બેંક હોલિડે લિસ્ટ પહેલાથી જ તપાસી લેવું હિતાવહ છે.

ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે

બેંક શાખાઓ બંધ રહેવા છતાં ગ્રાહકોને કોઈ ખાસ મુશ્કેલી પડશે નહીં. ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI, NEFT, RTGS (નિયત સમય અનુસાર) અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે. આ સેવાઓની મદદથી પૈસા ટ્રાન્સફર કરવા, બિલ ચૂકવણી, બેલેન્સ ચેક કરવું અને રોકડ ઉપાડ જેવા મોટાભાગના કામ સરળતાથી થઈ શકશે.

જરૂરી કામ પહેલાથી જ પતાવી લો

જો તમારે ચેક જમા કરાવવો હોય, ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) બનાવવો હોય, કેવાયસી (KYC) અપડેટ કરાવવું હોય, લોકર સંબંધિત કામ હોય કે, શાખામાં જઈને અન્ય કોઈ જરૂરી બેંકિંગ સેવા લેવી હોય, તો રજાઓને ધ્યાનમાં રાખીને અગાઉથી આયોજન કરી લો. આનાથી બેંક બંધ હોવાને કારણે તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.