Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Due to dissatisfaction in BJP, these leaders left Kesari and joined Congress

ભાજપમાં અસંતોષને કારણે આ નેતાઓ કેસરિયો છોડી કોંગ્રેસમાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ભાજપમાં અસંતોષને કારણે આ નેતાઓ કેસરિયો છોડી કોંગ્રેસમાં જોડાયા

અસંતોષના કારણે નેતાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે જેને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના પાંચ નેતાઓએ ભાજપનો કેસરિયો છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. એક તરફ સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર થઈ છે અને બીજી તરફ ભાજપમાં સતત ભંગાણ જોવા મળી રહ્યું છે. એવામાં તાલુકા પંચાયતની સામાન્ય અને પાલિકાની પેટા ચૂંટણી સમયે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયુ છે. ખેડામાં પૂર્વ કેબિનેટ મંત્રી બિમલ શાહ, પૂર્વ કપડવંજ ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં પાંચ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે.

App Store

આ પણ વાંચો : ભાજપ vs ભાજપ: કેસરીસિંહ સોલંકી પોતે ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો રજુ કર્યો

ભાજપમાં અસંતોષ અને અવગણના ને કારણે ભાજપ છોડી આ નેતાઓએ કોંગ્રેસમાં પક્ષપલટો કર્યો છે.

1) રમેશભાઈ બાજીભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય - જલોયા ગામ

2) અંકિતકુમાર નગીનભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય - તોરણ

3) પ્રથમેશભાઈ પટેલ - નવાગામ

4) હિન્દ વિક્રમભાઈ પટેલ - તોરણ

5) જીમિતભાઈ પટેલ - નવાગામ