VIDEO: નડિયાદના નિર્મલનગરમાં ગરબા મુદ્દે વિવાદ, DYSP સહિત પોલીસ કાફલાએ મામલો થાળે પાડ્યો
સોર્સ : gstv
નડિયાદની બિલોદરા ચોકડી પાસે આવેલી નિર્મલનગર સોસાયટીના કોમન પ્લોટમાં નવરાત્રીના ગરબા યોજવા મુદ્દે ભારે વિવાદ સર્જાયો. રહીશોનો આક્ષેપ છે કે સેશન્સ કોર્ટ દ્વારા કોમન પ્લોટ અંગે તેમના હકમાં ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં, ભાનુ ભરવાડના સગા માલાભાઈ ભરવાડ દ્વારા ગરબા રમતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો. રહીશોએ તુરંત ૧૧૨ નંબર પર જાણ કરતા નડિયાદ રૂરલ પી.આઈ. અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થિતિ થાળે પાડતા પોલીસે રહીશોને આશ્વાસન આપ્યું હતું કે નવરાત્રી દરમિયાન ગરબા યોજવામાં કોઈ અડચણ આવશે નહીં અને સુરક્ષા માટે તકેદારી રાખવામાં આવશે. પોલીસની યોગ્ય કામગીરીથી રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

