VIDEO: કપડવંજ નજીક વાત્રક નદીના ચેકડેમમાં ગાબડું પડતાં ખેડૂતોમાં ચિંતા, તપાસની માંગ
સોર્સ : gstv
ખેડામાં સિંચાઈ વિભાગની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે. કપડવંજ તાલુકાના કોસમ પાસેથી પસાર થતી વાત્રક નદી પર સિંચાઈ વિભાગ દ્વારા પાંચ વર્ષ અગાઉ બનાવાયેલા ચેકડેમમાં મોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડવાના કારણે ચેકડેમમાં સંગ્રહિત હજારો લિટર પાણી નદીમાં વહી રહ્યું છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર ઘટવાની ભીતિથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. માત્ર પાંચ જ વર્ષમાં ચેકડેમ તૂટી જતાં તેના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ ચેકડેમની તાત્કાલિક મરામત કરી પાણીનો બગાડ અટકાવવા તથા સિંચાઈ વિભાગની નબળી કામગીરી સામે યોગ્ય તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે.

