Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : A front against the Congress system amid water bombing in Nadiad

VIDEO: નડિયાદમાં જળબંબાકાર વચ્ચે કોંગ્રેસનો તંત્ર સામે મોરચો

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નડિયાદમાં 17થી 18 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ગંદા પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દેસાઈ વગા, સંતરામ મંદિર પાછળ, ઇન્દિરા નગરી અને અરમાન પાર્ક સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલનો પ્રશ્ન યથાવત રહ્યો છે, જ્યારે દેસાઈ વગામાં આવેલી પાંચ મોટી હોસ્પિટલો પણ અસરગ્રસ્ત બની છે. આ મુદ્દે કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે તંત્ર સામે મોરચો ખોલી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને નિષ્ફળ ગણાવી છે. તેમણે રૂપિયા 850 કરોડની ગ્રાન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાના રૂપિયા 17 કરોડના ખર્ચ અંગે સવાલો ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે.  

App Store