VIDEO: માંગરોળમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યા મુદ્દે આપનો નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ
સોર્સ : gstv
માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ-રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો તંત્રની અણ આવડતને કારણે ભારે હાલાકી અને પરેશાની ભોગવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. લોકોની આ જ્વલંત સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી આગળ આવી છે. આપના આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈને માંગરોળ નગરપાલિકા કચેરીનો ઘેરાવો કર્યો હતો. કચેરી પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર કરીને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને શહેરની તમામ પ્રાથમિક સમસ્યાઓ ત્વરિત ઉકેલવા આક્રમક રજૂઆત કરી હતી

