Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Visavadar news: Loan of five lakhs given for farmers' votes, two lakhs demanded back

Visavadar news: ખેડૂતોના મત માટે પાંચ લાખનું આપ્યું ધિરાણ, બે લાખ પાછા માંગ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Visavadar news: ખેડૂતોના મત માટે પાંચ લાખનું આપ્યું ધિરાણ, બે લાખ પાછા માંગ્યા
સોર્સ : gstv

કેન્દ્ર સરકારના બજેટમાં નાણામંત્રીએ ખેડૂતોને ત્રણને બદલે પાંચ લાખ રૂપિયા વગર વ્યાજે આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તેનો સત્તાવાર કોઈ પરિપત્ર બહાર પાડવામાં ન આવ્યો તેથી એકપણ રાષ્ટ્રિયકૃત બેકેં તો તે મજબ પાક ધિરાણ ન ચૂકવ્યું. પેટાચૂંટણી હોવાથી જેડીસીસી બેંતવા ચેરમેને ખેડૂતોના મત લેવા માટે વગર વ્યાજે પાંચ લાખનું પાક ધિરાણ આપી દીધું. હવે બે લાખ પરત માંગવામાં આવ્યા છે.  

App Store

ખેડૂતોના મત લેવા માટે વગર વ્યાજે પાંચ લાખનું પાક ધિરાણ આપ્યું

વિસાવદરની પેટા ચૂટણીમાં ખેડૂતોને રીઝવવા માટે જૂગાઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેને કરેલા નિર્ણયના તારમે બેંક પર કરોડો રૂપિયાનો બોજો આવ્યો છે. વર્ષ 2025-26 માટે ખેડૂતોને ધિરાણ આપવા માટે દરેક મંડળીઓએ શાખ પત્રક તૈયાર કરવાના હતા. આ શાખ પત્રકમાં ત્રણ લાખને બદલે પાંચ લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન વગર વ્યાજે આપવાનો તારીખ 4 માર્ચના જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સત્તાધિશોએ નિર્ણય લીધો હતો અને તે મુજબ હજારો ખેડૂતોને ત્રણ ત્રણ લાખને બદલે પાંચ પાંચ લાખનું ધિરાણ આપી દેવામાં આવ્યું હતું. આ ધિરાણ આપવા માટે બેંક દ્વારા કેન્દ્રીય બજેટમાં થયેલી જાહેરાતને કારણ બનાવ્યું હતું. બજેટમાં જાહેરાત થઈ હતી, પરંતુ હજુ સુધી અમલવારી થઈ નથી.કે
 કેમકે તે અંગેનો કોઈ પરિપત્ર થયો જ નથી.

બે લાખ રૂપિયા પરત માંગ્યા

વિસાવદરની ચૂંટણીમાં બેંકના ચેરમેન કીરીટ પટેલ ભાજપના ઉમેદવાર હતા, તેમણે ચૂંટણી પ્રચારમાં 5-5 લાખ ધિરાણ આપવાની જાહેરાત કરી હતી. હવે તા21-7-2025ના પરિપત્રને ધ્યાનમાં લઈને  જેડીસીસી બેંક દ્વારા દરેક મંડળી અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે નાબાર્ડના પરિપત્રને ધ્યાનમાં લઈ બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂત સભા સદોને ત્રણ લાખથી વધારાની જે બે લાખની રકમ છે તે તારીખ 31-8-2025 સુધીમાં ભરી દેવી, જો આ રકમ ખેડૂત દ્વારા ભરપવામાં નહીં આવે તો 1-9-2025થી 12 ટકાલેખે પાક ઘિરાણનું વ્યાજ ચુકવવું પડશે.

ખેડૂતોમાં રોષનો માહોલ

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ બેન્કમાં એક લાખથી વધુ ખેડૂત સભાસદો છે.તેમાંથી 50 હજારથી વધુ ખેડૂતોએ ત્રણ લાખને બદલે પાંચ લાખની પાક ધિરાણ લોન લીધી હતી. તે તમામ ખેડૂતોને બાકીની બે લાખની રકમ જમા કરવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂતોએ રોષભેર જણાવ્યું કે વિસાવદરની ચૂંટણી માટે બેંકના ચેરમેને મોટા ઉપાડે ત્રણમાંથી 5 લાખ ખેડૂતોને આપી દીધા

 

ટોપિક્સ:gstvgujaratloan