VIDEO: ગીર જંગલ સફારીના પ્રથમ દિવસે જ સિંહ પરિવારના દ્રશ્યોથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા
સોર્સ : gstv
જૂનાગઢના ગીર જંગલમાં મુખ્ય સફારીનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સીઝનના પ્રથમ દિવસે જંગલમાં પ્રવેશતાં જ મોરબી અને જામનગરથી આવેલા પ્રવાસીઓને નર-માદા સિંહ અને નાના બચ્ચાં સાથે આખો સિંહ પરિવાર જોવા મળ્યો હતો. કુદરતી અને સુંદર વાતાવરણ વચ્ચે લાઈવ સિંહ દર્શન થતાં પ્રવાસીઓ મંત્રમુગ્ધ અને રોમાંચિત થઈ ઊઠ્યા હતા. પ્રથમ દિવસે જ યાદગાર સાઈટિંગ થતાં પ્રવાસીઓએ ગીર સફારીનો ભરપૂર આનંદ માણ્યો હતો.

