VIDEO: વિસાવદરના કાલરિયા ગામની બોગસ મંડળીનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો
સોર્સ : gstv
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો 73.23 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ યથાવત્ છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 20 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં 15મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા જિલ્લામાં 30-40 કિ.મી. કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

