VIDEO: જૂનાગઢના માંગરોળ-કંકાસા રોડનું રૂ. ૨.૫૬ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું
સોર્સ : gstv
જૂનાગઢના માંગરોળ-કંકાસા વાયા મકોડી-વડલી રોડનું ૨કરોડ ૫૬ લાખના ખર્ચે નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત યોજાયું હતું. વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા આ રસ્તાના નિર્માણકાર્યથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને દવાખાને જવા તેમજ અવરજવર કરવામાં મોટી રાહત મળશે. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચો તેમજ સ્થાનિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ જણાવ્યું હતું કે આ રસ્તાના નિર્માણથી સમગ્ર વિસ્તારના સુચારુ વિકાસને નવો વેગ મળશે.

