VIDEO: માંગરોળમાં ઘઉં અને ચોખાનો શંકાસ્પદ જથ્થો જપ્ત, અનાજ સરકારી હોવાની આશંકા
સોર્સ : gstv
જૂનાગઢના માંગરોળમાં શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે. ઘઉં અને ચોખાનો જથ્થો માંગરોળથી કેશોદ તરફ લઈ જવાઈ રહ્યો હતો. અંદાજે 8 હજાર 790 કિલો અનાજ ઝડપાયું છે. પ્રાથમિક માહિતી મુજબ આ અનાજ સરકારી હોવાની આશંકા છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે. બે બોલેરો પિકઅપ ભરી ઘઉં અને ચોખાનો જથ્થો પકડાતા લોકોમાં રોષ છે અને શું ગરીબોને મળતું અનાજ ગેરકાયદે રીતે ખસેડવામાં આવી રહ્યું છે? તેવા અનેક સવાલો ઉભા થયા છે.

