VIDEO: સ્વ. ટી. એલ. વાળા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ૫૦૦થી વધુ બોટલોથી ઇકો-બ્રિક્સ ગણેશજી બનાવી પર્યાવરણનો સંદેશ આપ્યો
સોર્સ : gstv
સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ટી. એલ. વાળા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા ‘ઇકો-બ્રિક્સ’ પ્રોજેક્ટ અંતર્ગત ગણેશજીની અનોખી મૂર્તિ બનાવી છે. પ્લાસ્ટિક કચરો પર્યાવરણ અને રખડતાં પશુઓ માટે પ્રાણઘાતક બનતો અટકાવવા વિદ્યાર્થીનીઓએ ૫૦૦થી વધુ નકામી બોટલોમાં પ્લાસ્ટિકનો કચરો ભરીને ‘ઇકો-બ્રિક્સ’ તૈયાર કરી, જેમાંથી ગણેશજીની આકર્ષક મૂર્તિ બનાવી સ્થાપના કરી છે. લોકમાન્ય ટિળકે શરૂ કરેલી સાર્વજનિક પરંપરાને શિક્ષણ, વિજ્ઞાન અને ધર્મ સાથે જોડીને વિદ્યાર્થીનીઓએ દેશ સમક્ષ પર્યાવરણ રક્ષણનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

