VIDEO: ગીરમાં ૧૫ને બદલે ૩ ઓક્ટોબરથી સફારી શરૂ થતાં વન મંત્રી સામે ભારે રોષ
સોર્સ : gstv
જૂનાગઢના ગીર જંગલમાં ૧૫ ઓક્ટોબરના બદલે ૩ ઓક્ટોબરથી જ ૧૩ દિવસ વહેલી સફારી શરૂ કરવાના નિર્ણયથી ભારે વિવાદ સર્જાયો છે. વન વિભાગ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયા સામે સિંહપ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં વન્યજીવોના સંવનન કાળ અને નૈસર્ગિક શાંતિનો બલિ ચડાવી પ્રવાસન નીતિને પ્રાધાન્ય આપવાનો આક્ષેપ કરાયો છે. હોમ-સ્ટે એસોસિએશને આ જાહેરાત કરતા વન વિભાગની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે.

