VIDEO: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં ચાર દિવસથી દીપડો મુક્તપણે ફરતાં પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો
સોર્સ : gstv
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં છેલ્લા ચાર દિવસથી દીપડો મુક્તપણે ઘૂમી રહ્યો હોવા છતાં વનવિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ દેખાયા છતાં વનવિભાગે માત્ર કિલ્લો બંધ કરીને સંતોષ માની લીધો છે અને રેસ્ક્યૂ ઓપરેશન માત્ર શો-પીસ સાબિત થયું છે. તહેવારોની મોસમમાં હજારો પ્રવાસીઓની જિંદગી જોખમમાં મૂકાતાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાને પાંજરે પૂરવામાં વનતંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડતાં સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સુરક્ષાના નામે મૌન બેઠેલા અને કાગળ પર કામગીરી કરતા બેદરકાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી ઊઠી છે.

