Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Pre-event program of 'International Big Cat Alliance' held in Gir

VIDEO : ગીરમાં 'ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ' મંથન, વન્યજીવ સંરક્ષણ માટે ભારત બન્યું ગ્લોબલ રોલ મોડલ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાસણ ગીર ખાતે કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના વન મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં 'ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ' નો પ્રી-ઇવેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ સમીટમાં IBCA ના ડાયરેક્ટર જનરલ એસ.પી. યાદવે વન્યજીવ સંરક્ષણ સામેના પડકારો અંગે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, એશિયાટિક સિંહ અને વાઘ જ્યારે નવા વિસ્તારની શોધમાં જંગલ બહાર નીકળે છે ત્યારે આધુનિક ટેકનોલોજી અને 'અર્લી વોર્નિંગ સિસ્ટમ' દ્વારા તેમનું રક્ષણ કરવું અનિવાર્ય છે. તેમણે માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે રેપિડ રિસ્પોન્સ ટીમ અને સ્ટાફ કેપેસિટી બિલ્ડિંગ પર ભાર મૂક્યો હતો. બીજી તરફ, વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધતી જતી સિંહોની વસ્તી પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રેવન્યુ વિસ્તારો અને રેલવે ટ્રેક પર થતા અકસ્માતો રોકવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં AI  આધારિત ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ’ અમલમાં મૂકશે. સેમિનારમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે જ્યાં વિશ્વમાં બિલાડી કુળના પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે, ત્યાં ભારત અને ગુજરાત પોતાની સફળ સંરક્ષણ નીતિઓને કારણે સમગ્ર વિશ્વ માટે 'રોલ મોડલ' સાબિત થયું છે. 

App Store