VIDEO: ગિરનારની જૂની અને નવી સીડી પર ત્રણ નર સિંહોની અવરજવર, વન વિભાગની સતર્કતાથી સુરક્ષિત મોનિટરિંગ
સોર્સ : gstv
ગિરનાર ખાતે ગઈ રાત્રે ત્રણ નર સિંહોએ જૂની સીડીથી નવી સીડી તરફ મુલાકાત લીધી હોવાની માહિતી ડીસીએફ અક્ષય જોશી દ્વારા આપવામાં આવી છે. આ સિંહોએ સૌપ્રથમ જૂના પગથિયાં અને ત્યારબાદ નવા પગથિયાં પણ સુરક્ષિત રીતે પાર કર્યા હતા. સિંહોની આ અવરજવર દરમિયાન વન વિભાગનો સ્ટાફ અને સાસણ ટ્રેકર ટીમ રાતભર સંપૂર્ણ સતર્ક રહી હતી અને સતત પેટ્રોલિંગ તેમજ દેખરેખ રાખી સિંહોને સુરક્ષિત વિસ્તાર તરફ આગળ વધાર્યા હતા, જેના કારણે અંતે સિંહો હેમખેમ અભ્યારણ્યમાં પહોંચી ગયા હતા અને કોઈ પણ માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટના ઘટી નહોતી. વન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને હંમેશા જૂથમાં અવરજવર કરવા, વન્યજીવ દેખાય તો શાંતિ જાળવી સુરક્ષિત અંતર રાખવા અને તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

