VIDEO: માંગરોળમાં મેઘતાંડવ: વહીવટી ઉદાસીનતા વચ્ચે ખેડૂતો લાચાર
સોર્સ : GSTV
જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. ખેતરો ધોવાઈ જતાં ફળદ્રુપ માટી વહી ગઈ છે અને જમીન પથરાળ બની ગઈ છે. ઊભો પાક નષ્ટ થવાની સાથે જમીનનું અસ્તિત્વ જોખમાયું છે. તંત્રની ધીમી ગતિ અને સહાયના અભાવે, લાચાર અન્નદાતા ધોમધખતા તાપમાં જાતે જ હાથથી પથ્થરો હટાવી જમીન સમતળ કરવા મજબૂર બન્યો છે. દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતો હવે સરકાર સામે આક્રોશપૂર્વક ન્યાયની માંગ કરી રહ્યા છે.

