VIDEO: દુકાનનો ગેરકાયદે કબ્જો રાખી ભાડું ન આપનાર શખ્સ સામે કેશોદ પોલીસની કાર્યવાહી
સોર્સ : gstv
જુનાગઢના કેશોદમાં ગેરકાયદેસર કબ્જો ધરાવતા એક શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ એટલે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધાયો છે. શહેરના બસ સ્ટેશન સામે આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષની દુકાન નંબર ૨૬ના કબ્જા માલિક જયપુરી વિજયપુરી ગોસ્વામી દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેશોદમાં જ રહેતા ગલાભાઈ સુરાભાઈ ખાંભલા નામના આરોપીએ વર્ષ ૨૦૨૧ પછીથી દુકાનનું ભાડું કે ભાગીદારીની રકમ ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને દુકાન ખાલી કરીને કબ્જો સોંપવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મામલે પીએસઆઈ અને પોલીસ ટીમ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

