VIDEO: જૂનાગઢ: વન રક્ષકો અને વનપાલોનું આંદોલન યથાવત, માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર હડતાલની ચીમકી
સોર્સ : gstv
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વન રક્ષક તથા વનપાલ કર્મચારીઓનું આંદોલન યથાવત રહ્યું છે. સરકાર દ્વારા પડતર માંગણીઓ નહીં સંતોષવામાં આવતા સાસણ ખાતે બંને જિલ્લાના કર્મચારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. જો સમયસર માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં 'પેન ડાઉન' કાર્યક્રમ આપવામાં આવશે. ત્યારબાદ તમામ સરકારી વોટ્સએપ ગ્રૂપ છોડીને વન્યજીવ રેસ્ક્યૂ સિવાયની તમામ સરકારી કામગીરી સદંતર બંધ કરવામાં આવશે. અંતમાં માસ સી.એલ. અને અનિશ્ચિત મુદતની હડતાલ પાડીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

