Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Junagadh: Preparations for Girnar Lily Parikrama begins, to be held from 20 to 24 November

VIDEO: જૂનાગઢ: ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ શરૂ, ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાશે

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢમાં આગામી ૨૦ નવેમ્બરથી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનાર પ્રખ્યાત ગિરનાર લીલી પરિક્રમાને લઈને જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લાખો ભાવિક ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સુવિધાઓનું આગોતરું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે….બેઠકમાં વરસાદની અછતને કારણે પીવાના પાણીની વધારાની વ્યવસ્થા કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે….પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવા, મહાનગરપાલિકા અને પંચાયતના રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવા તથા આરોગ્ય, સ્વચ્છતા, વીજળી અને પાર્કિંગની પૂરતી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. એસ.ટી. અને રેલવે દ્વારા વધારાની પરિવહન સેવાઓ શરૂ કરવા તેમજ વન્ય પ્રાણીઓ સાથે માનવ સંઘર્ષ ન થાય તે માટે જનજાગૃતિ ફેલાવવા પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

App Store