VIDEO: સ્વાદ રસિકો માટે ખુશીના સમાચાર, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક
સોર્સ : GSTV
સૌરાષ્ટ્રના સ્વાદ રસિકો માટે ખુશીના સમાચાર છે. ગરવા ગિરનારની ગોદમાં આવેલા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન હવે પૂરેપૂરી ખીલી છે. ગરમીનો પારો વધતા કેરીના પાકમાં વેગ આવ્યો છે, જેના પગલે યાર્ડમાં દરરોજ 10 કિલોના અંદાજે 8થી 10 હજાર બોક્સની આવક થઈ રહી છે.
આવકમાં સતત વધારો થતા ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલ 10 કિલોના બોક્સનો ભાવ ગુણવત્તા મુજબ 500 થી 1200 સુધી બોલાઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ભાવ નીચા રહેતા સામાન્ય જનતા માટે કેસરનો સ્વાદ હવે સસ્તો બન્યો છે.

