VIDEO: Junagadh / કેશોદ ભાજપમાં ટિકિટ મુદ્દે વિખવાદ! પત્નીને ટિકિટ મળતા પૂર્વ સભ્યએ ચૂંટણી લડવાની ના પાડી
જૂનાગઢના કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ટિકિટ વિતરણને લઈને વિવાદ સામે આવ્યો છે.
કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના પૂર્વ સભ્ય વિવેક કોટડિયાએ આ વખતે પક્ષ પાસે પોતાના માટે ટિકિટની માંગણી કરી હતી. જોકે, ભાજપ દ્વારા તેમની અવગણના કરી તેમની જગ્યાએ તેમના પત્નીને ટિકિટ આપવામાં આવી હતી. પક્ષના આ નિર્ણયથી નારાજ થઈને અથવા અન્ય કારણોસર વિવેકભાઈએ પક્ષ તરફથી આપવામાં આવેલું ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, આ મુદ્દે વિવેકભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ કોઈ નારાજગીને કારણે નહીં પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે ચૂંટણી લડવા માંગતા નથી.

