VIDEO: જૂનાગઢના દામોદર કુંડમાં વિશાળ મગર દેખાતા દોડધામ: વન વિભાગે કર્યું રેસ્કયૂ
સોર્સ : gstv
જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે એક વિશાળ મગર દેખાતા જ યાત્રાળુઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભવનાથ રાઉન્ડની વન વિભાગની ટીમ અને સાસણ ટ્રેકર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગે ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો અને ત્યારબાદ તેને તેના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

