VIDEO: ભરઉનાળે પાણી વગર પરિવારો મુશ્કેલીમાં, રેલી કાઢી કોર્પોરેશનમાં કરી રજૂઆત
સોર્સ : gstv
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા ગરીબ પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવતા રોષે ભરાયેલા લોકોએ મોટી સંખ્યામાં રેલી કાઢી કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી.
તંત્રએ જોખમી મકાનો ખાલી કરાવવા અથવા રિપેર કરવા માટે 90 દિવસની નોટિસ આપી હતી, જેના અમલના ભાગરૂપે પાણી કાપી નાખવામાં આવ્યું હતું અને વીજળી કાપવાની ચીમકી પણ અપાઈ હતી. જોકે, કમિશનર સમક્ષ રજૂઆત બાદ બપોર સુધીમાં પાણી ચાલુ કરવાની અને વીજળી ન કાપવાની બાંયધરી મળી છે. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર સુવિધાઓ છીનવીને લોકોને ઘર ખાલી કરાવવા મજબૂર કરી રહ્યું છે.

