Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : lot of anger in Maliya Hati taluka over the alleged liquor death incident

VIDEO: માળીયા હાટીના તાલુકામાં કથિત લઠ્ઠાકાંડ મુદ્દે ભારે રોષની લાગણી, કડક કાર્યવાહી કરવા માગ

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં કથિત લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ ઝેરી દારૂ પીવાના કારણે 10 થી 15 જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 3 વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી રહી છે. જોકે, અધિકૃત તંત્ર દ્વારા આંકડાઓની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

App Store

સમગ્ર મામલે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ગેરકાયદે દારૂના વેપાર સામે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.સાથે જ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લઠ્ઠાકાંડના કારણે માળીયાહાટીના વિસ્તારમાં શોક અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે