VIDEO: જૂનાગઢના માંગરોળમાં વીજ ધાંધિયા, ખેડૂતોમાં ભારે રોષ
સોર્સ : gstv
જૂનાગઢના માંગરોળ પંથકમાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીવરાણા શિવમ ફીડરમાં વારંવાર વીજળી ટ્રિપ થતી હોવાથી ખેડૂતોને મગફળીની સીઝનમાં પણ રાતભર ઉજાગરા કરવાની ફરજ પડી રહી છે. જર્જરિત વીજ લાઈનો અને યોગ્ય જાળવણીના અભાવે વારંવાર ફોલ્ટ સર્જાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. 15 ગામો વચ્ચે ફોલ્ટ રિપેરિંગ માટે માત્ર એક જ વાહન હોવાને કારણે મુશ્કેલી વધતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. પીજીવીસીએલ કચેરીમાં ફોન રિસીવ ન થતા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ મામલે ખેડૂતોએ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવી વીજ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ કરી છે. કાર્યપાલક ઇજનેરે મેન્ટેનન્સ કરવા અને પૂરતો વીજળી પુરવઠો આપવા સંપૂર્ણ પ્રયત્ન બાહેધરી આપી.

