Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Demand to declare Junagadh drought-hit: Kisan Sangh submits application to collector threatening agitation

VIDEO: જૂનાગઢને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ: કિસાન સંઘે કલેક્ટરને આવેદન આપી આપી આંદોલનની ચીમકી

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના પડતર અને ગંભીર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અપૂરતા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાથી સમગ્ર જૂનાગઢ જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને યોગ્ય રાહત-વળતર આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે સૌની યોજના દ્વારા સિંચાઈનું પાણી, પૂરતો વીજ પુરવઠો, ખાતર-બિયારણની પૂરતી ઉપલબ્ધતા અને ૨૦૧૯-૨૦ના બાકી પાક વીમાના નાણાં ચૂકવવાની માગણી કરાઈ છે. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી યોગ્ય બજાર વ્યવસ્થા અને ખેતરે જવાના રસ્તાના પ્રશ્નો ઉકેલવા જણાવાયું છે. કિસાન સંઘે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ખેડૂતોના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન કરાશે.

App Store