Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : At the foot of Girnar, the paw of time, the 12-year-old innocent man was dragged by a lion while holding his uncle's hand!

VIDEO: ગિરનારના પગથિયે કાળનો પંજો, કાકાનો હાથ પકડી ચઢતા ૧૨ વર્ષના માસૂમને સિંહ ખેંચી ગયો!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના ગિરનાર પર્વત પર એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૧૨ વર્ષના માસૂમ બાળકનું સિંહના હુમલામાં કરુણ મોત નીપજ્યું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામથી પરિવાર સાથે પ્રવાસે આવેલો ધોરણ ૫માં ભણતો મયુરસિંહ ચૌહાણ પોતાના કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢી રહ્યો હતો, ત્યારે માત્ર ૫૦ પગથિયાં ચડતાં જ સિંહે અચાનક હુમલો કરી તેને ઝાડીઓમાં ઢસડી ગયો હતો. પરિવારજનો અને સ્થાનિકોની બૂમાબૂમ બાદ વન વિભાગની શોધખોળ દરમિયાન જંગલમાંથી માસૂમ બાળકના અવશેષો મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિવારનો એકનો એક દીકરો છીનવાઈ જતાં મોદજ ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે અને પરિવારજનો હિબકે ચડ્યા છે. આ કમનસીબ હોનારતને પગલે સ્થાનિકો અને પરિવારજનોએ વન વિભાગની નબળી સુરક્ષા વ્યવસ્થા તથા ઘોર બેદરકારી સામે ભારે રોષ ઠાલવ્યો છે.

App Store