VIDEO: રસ્તો ના બનતા રોષ, ખેડૂતો જાતે જ ફાળો ઉઘરાવી બનાવશે રસ્તો
સોર્સ : gstv
જૂનાગઢના માંગરોળ તાલુકાના તલોદરા ગામમાં બિસ્માર રસ્તાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રસ્તાની સમસ્યા હોવા છતાં અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ નહીં આવ્યાનો ગ્રામજનોનો આક્ષેપ છે. આખરે ખેડૂતો અને ગ્રામજનોએ પોતાના ખર્ચે રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો વિઘા દીઠ 300 રૂપિયા ઉઘરાવી રસ્તા માટે ફાળો એકત્ર કરશે. સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી પોરબંદરના સાંસદે વિસ્તારની મુલાકાત નહીં લીધી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હવે ગ્રામજનોનો સવાલ છે કે વર્ષોથી પડતર રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે?

