VIDEO: નબળી ગુણવત્તાના આક્ષેપો, વાલીઓનો હોબાળો, ઉચ્ચસ્તરીય તપાસની માંગ
સોર્સ : gstv
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા ગામે શાળાના નવા ઓરડાઓના બાંધકામને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનો અને વાલીઓએ નબળી ગુણવત્તાની સામગ્રીના ઉપયોગ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભવિષ્યને ધ્યાનમાં રાખી બાંધકામની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ ઉઠી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સ્થાનિક તંત્ર દ્વારા તપાસની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

