Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Agriculture comes to a standstill due to diesel crisis in Mangrol

VIDEO: જૂનાગઢ / માંગરોળ પંથકમાં ડીઝલની ગંભીર અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના માંગરોળ પંથકમાં ડીઝલની ગંભીર અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું નજીક હોવા છતાં ખેતીના કામો ખોરવાઈ ગયા છે. મગ-અડદની કાપણી અને બગીચાની કેરી બજાર સુધી પહોંચાડવા માટે ડીઝલ મળતું ન હોવાથી ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતો પેટ્રોલપંપો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. નેતાઓના કાર્યક્રમોમાં થતા ડીઝલના વપરાશ સામે રોષ વ્યક્ત કરતા ખેડૂતોએ તંત્રને સવાલ કર્યો છે કે, સામાન્ય ખેડૂતોને જ શા માટે બચતનો ઉપદેશ આપવામાં આવે છે? જો પુરવઠો વહેલી તકે સામાન્ય નહીં થાય, તો પાક બગડી જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

App Store