Junagadhમાં યોજાયેલા બિન રાજકીય ખેડૂત સંમેલનમાં આપ- કોંગ્રેસના નેતાઓ હાજર

સોર્સ : GSTV
જૂનાગઢમાં ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા. જેમાં કિસાન કોંગ્રેસના પાલ આંબલીયા, આમ આદમી પાર્ટીના પરેશ ગૌસ્વામી, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા હાજર રહ્યાા હતા. મહત્વની વાત તો એ છે કે આ ખેડૂત સંમેલનમાં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર કરસન ભાદરકા પણ હાજર રહ્યા હતા. ત્યારે આ સંમેલન બિન રાજકીય હોવાનો ઉલ્લેખ થયો હતો, પરંતુ આ સંમેલનમાં રાજકીય નેતાઓ જમાવડો ચર્ચાનો વિષય બન્યો છે.

