Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : A soldier from Chorwad, Junagadh, was martyred in an avalanche in Siachen

સિયાચેનમાં હિમસ્ખલનમાં જુનાગઢના ચોરવાડનો જવાન શહીદ, બરફના તોફાનનો ભોગ બન્યા હતા Armyના ત્રણ જવાન

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સિયાચેનમાં હિમસ્ખલનમાં જુનાગઢના ચોરવાડનો જવાન શહીદ, બરફના તોફાનનો ભોગ બન્યા હતા Armyના ત્રણ જવાન
સોર્સ : GSTV

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલન થતાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. -60 ડિગ્રી તાપમાન, ભારે પવન અને બર્ફીલા તોફાનો વચ્ચે સૈનિકો ફરજ બજાવે છે.પ્રાપ્ત માહિતી અનુસાર સિયાચેનમાં સેનાની એક પોસ્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. 

App Store

સૈનિકોએ ફક્ત દુશ્મનો સામે જ નહીં, પરંતુ પ્રકૃતિના કહેર સામે પણ લડવું પડે છે

સિયાચેનમાં શિયાળા દરમિયાન હિમસ્ખલન સામાન્ય છે. કારાકોરમ પર્વતમાળામાં 20,000 ફૂટની ઊંચાઈ પર આવેલા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલનની ઘટના મચમચાવી દે તેવી છે. આ દુર્ઘટના ઉત્તરી ગ્લેશિયર ક્ષેત્રમાં બની, જ્યાં ઊંચાઈ 18,000 થી 20,000 ફૂટ છે. આ દુર્ગમ વિસ્તારમાં સૈનિકોએ ફક્ત દુશ્મનો સામે જ નહીં, પરંતુ પ્રકૃતિના કહેર સામે પણ લડવું પડે છે.

 જૂનાગઢના ચોરવાડ ગામનો જવાન શહીદ 

 હિમસ્ખલન થતાં ભારતીય સેનામાં ફરજ બજાવતા રાજ્યના જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયા હતા. આ જવાન સિયાચેનમાં ફરજ બજાવી રહ્યો હતો. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી અગ્નિવીરના પદ પર તૈનાત થયાં હતા.જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી 24/2/2023થી અગ્નિવીરના પદ પર તૈનાત થયાં હતા સેનામાં તેમની પહેલી પોસ્ટ આસામ અને બીજી પોસ્ટ લેહ- લદાખમાં હતી. આર્મીમાં 19 મહાર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. ચોરવાડના જવાનની પોસ્ટિંગ સિયાચેનમાં હતા. બે વર્ષથી મહાર યુનિટમાં ચોરવાડનો યુવાન ફરજ બજાવી રહ્યો હતો. લેહના બરફના તોફાનમાં જૂનાગઢના યુવાન સહિત અન્ય બે યુવાનો શહીદ થયા હતા.