Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Avalanche in Siachen Glacier, three army soldiers martyred

સેયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, એક ગુજરાતી સહિત ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સેયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, એક ગુજરાતી સહિત ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ
સોર્સ : GSTV

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર ગણાતા સેયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન થતાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. -60 ડિગ્રી તાપમાન, ભારે પવન અને બર્ફીલા તોફાનો વચ્ચે ફરજ બજાવતા સૈનિકો માટે આ વિસ્તાર જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

App Store

પ્રાપ્ત માહિતી અનુસાર સેયાચીનમાં સેનાની એક પોસ્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ સેનાની બચાવ ટીમોએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. લેહ અને ઉધમપુરથી વધારાની મદદ પણ મગાવવામાં આવી છે.

મહત્વનું છે કે સેયાચીનમાં શિયાળા દરમિયાન હિમસ્ખલન સામાન્ય છે. કારાકોરમ પર્વતમાળામાં 20,000 ફૂટની ઊંચાઈ પર આવેલા સેયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનની ઘટના મચમચાવી દે તેવી છે. આ દુર્ઘટના ઉત્તરી ગ્લેશિયર ક્ષેત્રમાં બની, જ્યાં ઊંચાઈ 18,000 થી 20,000 ફૂટ છે. આ દુર્ગમ વિસ્તારમાં સૈનિકોએ ફક્ત દુશ્મનો સામે જ નહીં, પરંતુ પ્રકૃતિના કહેર સામે પણ લડવું પડે છે.

ઉલ્લેખનીય છે કે 1984માં શરૂ થયેલા ઓપરેશન મેઘદૂત બાદથી ભારતે સિયાચીન પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે. જોકે, ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં 1,000થી વધુ ભારતીય જવાનો શહીદ થઈ ચૂક્યા છે, જે આ વિસ્તારની ભયાનકતા દર્શાવે છે.