VIDEO: સિંહના હુમલાનો ભોગ બનેલો બાળક ગીરનારના પગથિયા ચડતો હોય તેવા સામે આવ્યા સીસીટીવી
સોર્સ : gstv
જૂનાગઢના ગિરનાર પર્વત પર સીડી ચડી રહેલા એક માસૂમ બાળકને સિંહ ખેંચી જવાના બનાવને લઈને ત્રણ સિંહનું રેસ્કયૂ કરાયુ છે..અને વનવિભાગ તપાસ કરી રહ્યો છે..ત્યારે બાળક પોતાના પરિવાર સાથે ગિરનારની સીડી ચડે છે તેવા સીસીટીવી સામે આવ્યા છે.. જિલ્લાના મોજદ ગામનો મયુર ચૌહાણ પરિવાર સાથે ગિરનારની સીડી પર જઈ રહ્યો હતો, ત્યારે ૫૦ પગથિયાં નજીક ત્રણ સિંહોના ટોળામાંથી એક સિંહે તરાપ મારી પાંચ વાગ્યે બાળકને જંગલમાં ખેંચી લીધો હતો. સિંહે બાળકને ફાડી ખાધો હોવાની તેના શરીરના કેટલાક અંગો જ હાથ લાગ્યા છે.

