VIDEO: સિંહના હુમલા બાદ પ્રવાસીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય
ગિરનારની સીડીઓ પર માસૂમ બાળક પર સિંહ દ્વારા હુમલો કરવાની આઘાતજનક ઘટના સામે આવ્યા બાદ વહીવટી તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. અન્ય કોઈ પ્રવાસી સિંહના હુમલાનો ભોગ ન બને તે માટે ગિરનારની સીડીઓ પર યાત્રિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ચિતકાળ સુધી બંધ રાખવામાં આવી છે. આ સાથે જ વનવિભાગ દ્વારા સીડીની આસપાસના ગાઢ જંગલ વિસ્તારોમાં હુમલો કરનાર સિંહને પકડવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વનવિભાગની જુદી-જુદી ટીમો આધુનિક સાધનો અને પાંજરા સાથે જંગલમાં સિંહના લોકેશનને ટ્રેક કરી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ માનવભક્ષી સિંહ પાંજરે નહીં પુરાય, ત્યાં સુધી પ્રવાસીઓની સુરક્ષા અર્થે સીડીઓ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ જ રહેશે.

