VIDEO: જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને જનતામાં મિશ્ર પ્રતિસાદ, જાણો શું કહ્યું
સોર્સ : gstv
જામનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને લઈને જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વધતા ભાવો અંગે પ્રતિક્રિયા આપતા કેટલાક લોકોએ આ વધારાને વૈશ્વિક આર્થિક અસ્થિરતાનું પરિણામ માનીને વ્યાજબી ઠેરવ્યો છે, જ્યારે બીજી તરફ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
લોકોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં ઈંધણના ભાવ વધારાથી સીધો પ્રજાના ખિસ્સા પર માર પડ્યો છે. ખાસ કરીને રોજિંદા પરિવહન માટે પેટ્રોલનો ઉપયોગ કરતા વર્ગમાં આ નિર્ણયને લઈને આક્રોશ અને ચિંતાનો માહોલ છે.

